મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના૨૦૨૪ : રાજયની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાંકીય વર્ષ : ૨૦૨૩-૨૪ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના , પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઈ-ખેડુત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website : http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. ઓક્ટોબર-૨૩ થી ડિસેમ્બર- ૨૩ના તબક્કાની સહાય માટે તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા. ૧૫/૦૧/૨૦૨૪ દરમ્યાન આઈ-ખેડુત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ૨૦૨૪ની સહાય: આ યોજના હેઠળ સંસ્થાઓ ખાતે રાખવામાં આવતા પશુ દીઠ પ્રતિ દિન રૂ. ૩૦/- લેખે સહાય આપવામાં આવશે. કોઈપણ સંસ્થાને વધુમાં વધુ ૩૦૦૦ પશુઓની સંખ્યાની મર્યાદામાં જ સહાય મળવાપાત્ર થશે. આ સહાય ફક્ત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે જ આપવામાં આવશે અને તેના સિવાય બીજા કોઈપણ વર્ગના પશુઓ માટેની સહાયનો આ યોજનામાં સમાવેશ થશે નહીં. એક જ રજીસ્ટ્રેશન ધરાવતી મૂળ સં...