યુરિક એસિડ વધવાના કારણે થતો અસહ્ય દુખાવો નહીં કરવો પડે સહન, આ વસ્તુનું સેવન કરી દો બંધ.
સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે જ્યારે વ્યક્તિ મર્યાદિત માત્રામાં ભોજન કરે છે તો શરીરને લાભ થાય છે પરંતુ જ્યારે અમર્યાદિત માત્રામાં વધારે ભોજન કરવામાં આવે છે તો તેનાથી શરીરને નુકસાન થાય છે. 30 વર્ષ સુધીના લોકોએ દિવસ દરમિયાન 2400 કેલરી લેવી જોઈએ.
50 વર્ષ સુધીની વ્યક્તિએ 2200 કેલેરી અને 50થી વધુ વર્ષની ઉંમર હોય તો તેમણે 1600 કેલરી લેવી જોઈએ. શારીરિક પ્રવૃત્તિના આધારે કેલરીનું સેવન કરવું જોઈએ જો તમે વધારે પ્રમાણમાં કેલેરી લો છો તો યુરિક એસિડ વધી શકે છે.
આ સિવાય યુરિક એસિડનું પ્રમાણ વધવાનું કારણ પ્રોટીન અને આલ્કોહોલિક વસ્તુઓનું સેવન પણ છે. આપણા શરીરમાં કિડની રક્તને ફિલ્ટર કરીને યુરિયાને અલગ કરીને શરીરમાં મિનરલ્સ નું સંતુલન જાળવે છે. પરંતુ જ્યારે યુરિક એસિડ વધી જાય છે તો કિડની ને સમસ્યા થાય છે.
સામાન્ય વ્યક્તિના એક ગ્રામ લોહીમાં 0.7 મિલી યુરિક એસિડ હોવું જોઈએ. જો યુરિક એસિડ તેનાથી વધારે હોય તો તકલીફ થાય છે. જો સતત યુરિક એસિડ વધારે રહેતું હોય તો કિડની ફેલ થવાની શક્યતા પણ વધી જાય છે.
શરીરમાં વધેલું યુરિક એસિડ હાડકાના સાંધા ની વચ્ચે જમા થાય છે અને અસહ્ય દુખાવો કરે છે. યુરિક એસિડ ની સમસ્યા હોય તેમણે દુખાવાથી બચવા માટે કેટલીક વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
યુરિક એસિડ ની સમસ્યા હોય તેવા લોકોને મોટાભાગે પગની ઘૂંટીમાં દુખાવો થાય છે. આ સિવાય પાચન તંત્ર પણ નબળું પડી જાય છે અને દુખાવો સતત વધતો રહે છે.
જે લોકોને યુરિક એસિડ ની સમસ્યા હોય તેમણે પ્રોટીનનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. જો પ્રોટીન શરીરમાં વધી જાય તો શરીરમાં યુરિક એસિડ વધી જાય છે.
આ સમસ્યા હોય તે લોકોએ દૂધ દહીં અને ડેરી ઉત્પાદનોના સેવનથી પણ દૂર રહેવું જોઈએ. આ સાથે જ પાલક ટામેટા જેવી લીલોતરી નો ઉપયોગ પણ ટાળવો.
યુરિક એસિડ ની તકલીફ હોય તેમણે કેશોર ગુગળ દવા દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવી. આ સિવાય જીરાને શેકી તેનો પાવડર કરીને આ પાઉડર એક ચમચી ગરમ પાણી સાથે લેવાથી પણ યુરિક એસિડ માં લાભ થાય છે.