નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ડોક્ટરોએ જાહેર કરી ગાઈડલાઈન : શું સ્થિતિ ખરેખર ગંભીર થવાની છે? PRATHMIK GURU: નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ડોક્ટરોએ જાહેર કરી ગાઈડલાઈન : શું સ્થિતિ ખરેખર ગંભીર થવાની છે?

Pages

JOIN WHATSAPP GROUP

Saturday 7 October 2023

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ડોક્ટરોએ જાહેર કરી ગાઈડલાઈન : શું સ્થિતિ ખરેખર ગંભીર થવાની છે?

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ડોક્ટરોએ જાહેર કરી ગાઈડલાઈન : શું સ્થિતિ ખરેખર ગંભીર થવાની છે ?

હાલ હાર્ટએટેકને કારણે વધી રહેલા કિસ્સાને કારણે લોકોમાં ડર ભરાયો છે. આવામાં ગુજરાતીઓનો સૌથી મોટો નવરાત્રિ ફેસ્ટિવલ આવી રહ્યો છે. આવામાં શું કરવું તેની મૂંઝવણ થઈ રહી છે. ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) દ્વારા ગાઈડ લાઈન જાહેર કરાઈ છે. ખેલૈયાઓ અને આયોજકો માટે AMA ની ગાઈડ લાઈન બહુ જ કામની છે.


જેમાં ખેલૈયાઓએ ગરબા પહેલાં શું કરવું અને શું ના કરવું તેના સૂચનો અપાઈ છે. ગરબા આયોજકોને તૈયારી અંગે આપ્યા કેટલાક સૂચનો કરાયા છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા.


ખેલૈયાઓે મહત્વના સૂચનો

 • નિયમીત એક્સરસાઇઝ ન કરતા 40 વર્ષથી વધારેની ઉંમરના ખેલૈયાઓના પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી
 • પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી
 • ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો થાય, ઉલ્ટી થાય , પરસેવાની સાથે ગભરામણ થાય, મુંઝારો થાય, શ્વોસોસ્વાસની તકલીફ થાય તો ગરબા રમાવાનુ બંધ કરી શાંતીથી બેસવું
 • ખેલૈયાઓ દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવે
 • ગરબા રમતી વખતે વારંવાર લીંબુ પાણી અને જ્યુસ પીવો
 • કેળું, નારીયેળ પાણી સહિત પોટેશિયમ અને મેગ્નેશીયમ વાળું ખોરાક લેવો
 • ભરપેટ ખોરાક લીધા બાદ ગરબા ના રમવા
 • ગરબાના સ્થળે પ્રાથમિક સારવાકની સુવિધા સાથે ડોક્ટરને ફરજ પર રાખવા
 • જો કોઇ બિમારી હોય તો નજીકના લોકોને અગાઉથી જાણ કરવી જેથી સ્વાસ્થ્યની તકલીફ થાય તો મદદ મળી શકે
 • આયોજન સ્થળની નજીકની હોસ્પીટલ સાથે ઔપચારીક જોડાણ કરવુ જેથી કોઇ ઘટના બને તો હોસ્પીટલને જાણ કરી શકાય
 • ગરબા સ્થળે હાજર સપોર્ટ સ્ટાફ , સુરક્ષાકર્મી, અન્ય લોકોને CPRની ટ્રેનિંગ આપવી

સાથે જ નવરાત્રિ દરમિયાન નિયમિત દવા લેવી અને ડોક્ટરોની સલાહ મુજબ ગરબા રમવા. ખેલૈયાઓએ ગરબા પહેલાં ઇકો અને ટીએમટી રીપોર્ટ કરાવવા સલાહ આપી છે.

close