વ્યક્તિત્વ વિકાસ PATRAK – B | Patrak-B Data Entry માર્ગદર્શિકા. PRATHMIK GURU: વ્યક્તિત્વ વિકાસ PATRAK – B | Patrak-B Data Entry માર્ગદર્શિકા.

Pages

JOIN WHATSAPP GROUP

Wednesday 11 October 2023

વ્યક્તિત્વ વિકાસ PATRAK – B | Patrak-B Data Entry માર્ગદર્શિકા.

વ્યક્તિત્વ વિકાસ PATRAK – B | Patrak-B Data Entry માર્ગદર્શિકા. 

વ્યક્તિત્વ વિકાસ પત્રક બી | Patrak-B Data Entry માર્ગદર્શિકા by વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સે.19, ગાંધીનગર

પત્રક B DATA ENTRY USER MANUAL

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના ભાગરૂપે શાળા કક્ષાએ વિવિધ પત્રકો નિભાવવાના થાય છે. તે પૈકી પત્રક B ની Data Entry https://www.saralgujarat.in પર શરુ કરવામાં આવેલી છે.  આ સાથે  પત્રક B ની Data Entry ની માર્ગદર્શિકા મોકલી આપેલ છે. જે  તમામ શાળાઓ સુધી ઉપલબ્ધ થાય અને તમામ શાળાઓમાં આ entry સત્રાંત પરીક્ષા સુધીમાં પૂર્ણ થાય તે અંગે સુચના આપી જરૂરી ફોલોઅપ કરશો.


રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ વર્ષ દરમ્યાન કરેલાં અભ્યાસનું શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં શાળા કક્ષાએ વિવિધ પત્રકો નિભાવવામાં આવે છે. આ વિવિધ પત્રકો પૈકી પત્રક B માં વિધાર્થીઓના રસના ક્ષેત્રો, વ્યક્તિગત તેમજ સામાજિક ગુણો, મૂલ્યો, શારીરિક કૌશલ્ય વગેરે બાબતોના મૂલ્યાંકન માટે વ્યક્તિત્વ વિકાસ શિક્ષકે ભરવાનું રહે છે. આ પત્રક દ્વારા વિધાર્થીઓના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ જેવા કે શારીરિક, માનસિક, સામાજિક, ભાવાત્મક, સાંવેગિક ઉપરાંત જીવન કૌશલ્યો અને મૂલ્યો જેવા પાસાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

 આ પત્રકમાં કુલ | 4 ક્ષેત્રોમાં કુલ 40 વિધાનોને આધારે ધોરણ 3 થી 5 માં સત્રવાર દરેક વિધાન માટે 5 ગુણ લેખે તથા ધોરણ 6 થી 8 માં દરેક વિધાન માટે 10 ગુણ લેખે શિક્ષકે વિધાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહે છે. આ પત્રકમાં દર્શાવેલ 40 વિધાનો પૈકી 9 વિધાનો ખાલી છોડેલ છે. શિક્ષકે પોતાની શાળામાં અત્રે રજૂ કરેલ 31 પ્રવૃત્તિઓ સિવાયની અગત્યની કોઇ પ્રવૃત્તિ કરાવતા હોય તો તેવી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ આ 9 ખાલી વિધાનોમાં કરી તેનું મૂલ્યાંકન કરી શકશે.

 હાલ પ્રથમ સત્રની Data Entry શરુ કરેલ છે. વર્ષાન્તે શાળા કક્ષાએ નિભાવવાના થતાં પત્રકો પૈકી પત્રક B અને તેના આધારે બીજા પત્રકો પણ આ DATA ના આધારે બની શકશે. જેથી શિક્ષકોના સમય અને શક્તિનો બચાવ થશે.


 > પત્રક B માં DATA ENTRY કરવા માટે આગળ દર્શાવ્યા મુજબના સોપાનો અનુસરવાના રહેશે.close