સાવધાન! વિટામીન Aની ઊણપથી થાય છે અનેક ગંભીર બીમારીઓ, આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજ PRATHMIK GURU: સાવધાન! વિટામીન Aની ઊણપથી થાય છે અનેક ગંભીર બીમારીઓ, આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજ

Pages

JOIN WHATSAPP GROUP

Wednesday 8 November 2023

સાવધાન! વિટામીન Aની ઊણપથી થાય છે અનેક ગંભીર બીમારીઓ, આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજ

સાવધાન! વિટામીન Aની ઊણપથી થાય છે અનેક ગંભીર બીમારીઓ, આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજ. 

  • વિટામીન Aની ઊણપને કારણે અનેક બિમારી થવાનું જોખમ
  • જાણો વિટામીન Aની ઊણપના લક્ષણો
  • આ ઊણપને દૂર કરવા માટે ફોલો કરો આ ડાયટ

સ્વસ્થ શરીર માટે વિટામિન્સ અને મિનરલ્સ જરૂરી છે. જો શરીરમાં વિટામિન્સના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિટામીન Aની ઊણપને કારણે અનેક બિમારી થવાનું જોખમ રહે છે. વિટામીન Aની ઊણપના લક્ષણો અને તેની ઊણપને દૂર કરવા માટે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

HealthifyMe is a health and fitness app that provides weight loss diet
plans and personal trainers. With an easy Google Fit or Samsung Health
integration, it keeps you fit on all devices!

The app powers you with a hand wash tracker, sleep tracker, workout tracker, weight loss tracker & calorie tracker. Known as India's best dietitian app, it can help you reach your fitness goals.

HealthifyMe also includes no-equipment home workout videos for men & women such as:
Full-body workouts - abs, belly fat, biceps, chest, arms, shoulder, & quads. Yoga - stretching exercises & breathing practices. When it comes to fitness, it is an all-in-all training app with personal trainers who understand your preferences and provide a tailored workout plan.

This diet app also has daily challenges with friends to improve fitness & lose weight. A motivated training club keeps your spirits up and ensures that you stick to the diet plan and exercise app.
વિટામીન Aની ઊણપના લક્ષણો

  • દૃષ્ટિ નબળી પડવી
  • ડ્રાઈ સ્કિન પ્રોબ્લેમ
  • વારંવાર ઈન્ફેક્શન લાગવું
  • પ્રજનન સંબંધિત સમસ્યાઓ
  • બાળકોનો વિકાસ ના થવો

વિટામીન Aની ઊણપ દૂર કરવા આ વસ્તુઓનું સેવન કરો
ગાજર-

ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામીન A રહેલું છે. ગાજરમાં બીટા કેરોટીન રહેલું છે, જે એન્ટીઓક્સિડેન્ટનું કામ કરે છે. નિયમિતરૂપે ગાજરનું સેવન કરવાથી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે. ગાજરથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે અને સલાડ તરીકે પણ સેવન કરી શકાય છે.

પાલક
પોષક તત્વોથી ભરપૂર પાલક આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પાલકમાં ભરપૂર માત્રામાં વિટામીન A છે. તમે તમારા આહારમાં પાલક શામેલ કરી શકો છો. પાલકનું સૂપ અને શાક બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. પાલકનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

શક્કરિયા
શક્કરિયા ટેસ્ટી હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. શક્કરિયામાં ભરપૂર માત્રામાં વિટામીન A રહેલું છે. વજન ઘટાડવા માટે પણ શક્કરિયાનું સેવન કરી શકાય છે.

શકરટેટી
શકરટેટીમાં ભરપૂર માત્રામાં વિટામીન A રહેલું છે. શકરટેટીમાં વિટામીન સી અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. કબજિયાતની સમસ્યા માટે શકરટેટી ફાયદાકારક સાબિત થઈ શકે છે, ઉપરાંત શકરટેટીને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે.

પપૈયું
પપૈયામાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો અને વિટામીન A હોય છે. પપૈયાનું સેવન કરવાથી હૃદય રોગના જોખમમમાં ઘટાડો થાય છે. પપૈયામાં પેપેઈન રહેલું છે, જે એન્ઝાઇમનું કામ કરે છે. પપૈયામાં વિટામીન એ, ફાઈબર, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ જેવા ગુણો રહેલા છે.

બ્રોકોલી
શરીરમાં વિટામીન A ની ઊણપ દૂર કરવા માટે, બ્રોકોલીનું સેવન કરવું. શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે તમે તેને બ્રોકોલીનું સેવન કરી શકાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી.)

close