Electric Vehical Subsidy Gujarat: સરકાર આપી રહી છે રૂ. 48000 ની સહાય ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર PRATHMIK GURU: Electric Vehical Subsidy Gujarat: સરકાર આપી રહી છે રૂ. 48000 ની સહાય ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર

Pages

JOIN WHATSAPP GROUP

Monday 6 November 2023

Electric Vehical Subsidy Gujarat: સરકાર આપી રહી છે રૂ. 48000 ની સહાય ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર

Electric Vehical Subsidy Gujarat: સરકાર આપી રહી છે રૂ. 48000 ની સહાય ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર. 

પેટ્રોલ ની બચત થાય અને પર્યાવરણ નુ પ્રદૂષણ થી બચાવ થાય તે માટે રાજય સરકાર દ્વારા બેટરી સંચાલીત Electric વાહનની ખરીદી માટે સબસીડી આપવામા આવે છે. જેમા Electric બાઇક ઉપર સહાય આપવામા આવતી હતી. હવે બેટરી સંચાલીત ત્રી ચક્રિ વાહન એટલે કે ઈલેકટ્રીક રીક્ષા ખરીદવા માટે સરકાર તરફથી સહાય આપવા માટે ની યોજના લોન્ચ કરવામા આવી છે. (E-rickshaw form ) આ યોજનામા કયા ફોર્મ ભરવુ ? કેટલી સહાય મળશે તેની માહિતી મેળવીએ.

Electric Vehical Subsidy Gujarat

યોજનાનુ નામબેટરી સંચાલીત ત્રી ચક્રિ વાહન ખરીદવા સહાય Electric Vehical Subsidy
લાભાર્થીગુજરાતના નાગરીકો
મળતી સહાયરૂ.48000
ફોર્મ ક્યાથી મળશે ?સત્તાવાર વેબસાઈટ પર થી
વેબસાઈટhttps://geda.gujarat.gov.in

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના શું છે?

આ સહાય ટોટલ 2 પ્રકાર ના વાહનો માં આપવામાં આવે છે. રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ 2 વ્હીલર ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે. અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને 3 વ્હીલર એટલે કે રીક્ષા ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે. એટલે કે સરકાર આવા વાહનો પર સબસીડી આપે છે.જેનાથી લોકો વધુ ને વધુ ઈલેક્ટ્રીક વાહન ચલાવે અને પ્રદૂષણ પર નિયંત્રણ લાવી શકાય.

યોજના નો હેતુ

આ યોજના લોન્ચ નો મુખ્ય હેતુ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહન કરવાનું છે તે પ્રદૂષણની વધતી જતી સમસ્યાને રોકવામાં મદદ કરશે આ યોજનાના લાભાર્થી નવમા ધોરણથી કોલેજ સુધીના ના વિદ્યાર્થીઓ યોજનાના લાભાર્થી છે.

પાત્રતા

  • અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
  • આ યોજના ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે છે જે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે

વિદ્યાર્થી માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  • આધારકાર્ડ
  • શાળાનું પ્રમાણપત્ર
  • બેંક ખાતા ની વિગતો
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર
  • સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલર દ્વારા રેકોર્ડ માટે રાખવાની રહેશે)
  • શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ / રંગીન સ્કેન કોપી) ધોરણ / અભ્યાસના વર્ષ, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
  • વિદ્યાર્થીની આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
  • હાઈ સ્પીડ બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે
  • સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલરો રેકોર્ડ માટે રાખી શકે છે)
  • શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ) અભ્યાસના ધોરણ/વર્ષની વિગતો સાથે, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
  • વિદ્યાર્થીના આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ.
  • વિદ્યાર્થીના ડ્રાઇવિંગ લાયસન્સની સ્વ-પ્રમાણિત નકલ (ફરજિયાત)

અરજી ફોર્મ ક્યાથી મળશે ?

આ યોજનાનો લાભ લેવા માટેનુ અરજીફોર્મ GEDA દ્વારા અધિકૃત કરેલા ડીલરો પાસેથી તથા GEDA ની ઓફીસીયલ વેબસાઇટ પરથી મળી રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટસ

  • આધારકાર્ડ ની નકલ
  • જાતિનો દાખલો
  • ત્રિ ચક્રિ વાહન ચલાવવા માટે લાયસન્સ ની નકલ
  • જો સંસ્થા હોય તો સંસ્થા ના નોંધણી પ્રમાણપત્ર ની નકલ

કોને પ્રાથમિકતા મળશે ?

રીક્ષા ચાલક મહિલા સાહસિક, યુવા સ્ટાર્ટઅપ સાહસિક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, બિનઅનામત આર્થીક પછાત વર્ગ ના લોકોને પ્રાથમિકતા આપવામા આવશે. 

આ સહાય મેળવવા અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વ્હીકલ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે geda.gujarat.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ પર, “ઓનલાઈન અરજી કરો” બટન
  • પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે.
  • જરૂરી વિગતો દાખલ કરો (બધી વિગતો જેમ કે નામ, પિતાનું નામ, જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતીનો ઉલ્લેખ કરો) અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • એપ્લિકેશનના અંતિમ સબમિશન માટે સબમિટ બટન પર ક્લિક કરો.

વેબસાઇટઅહિં ક્લીક કરો
ઈ રીક્ષા ફોર્મઅહિં ક્લીક કરો
ઈ બાઈક ફોર્મ
close